અમારા વિષે

About Us

જાહેરનોટીસ.કોમ એક વિશિષ્ઠ ઓનલાઇન પોર્ટલ છે, જે રિયલ એસ્ટેટ સમુદાયને ગુજરાતના મુખ્ય અખબારોમાં પ્રકાશિત થતી પબ્લિક નોટિસ ની અપ-ટુ-ડેટ જાણકારી આપવાની સવલત આપે છે, આ પબ્લિક નોટિસ જમીન/મિલકત ને સંબંધિત હોય છે. જાહેરનોટીસ.કોમ ની રચના અને ડિઝાઇન esmsys દ્વારા કરવામાં આવી છે જે એક અગ્રણી આઇ.ટી. કંપની છે!

દરરોજ, સ્થાનિક અખબારો જમીન ટાઇટલ ક્લિયરિંગ, જમીન અને મિલકત માલિકી માં હક્ક કંઈ કે દાખલ અંગેની અને જમીન સંબંધી ટ્રાયલના ચુકાદા વગેરે સંબંધિત પબ્લિક નોટિસો પ્રકાશિત કરે છે. અહીંયા આ શખ્યતા રહેલી છે કે તમારી જ જમીન/મિલકત સંબંધિત આવેલ પબ્લિક નોટિસ તમારી જાણબહાર આવેલ હોય. જાહેરનોટીસ.કોમ તમને આ પ્રકાર ની દરેક પબ્લિક નોટિસ ની સંપૂર્ણ માહિતી સમયસર/તાત્કાલિક આપીને તમારી જમીન/મિલકત ને સુરક્ષિત કરવામાં મહત્વ નો ભાગ ભજવે છે!

જાહેરનોટીસ.કોમ સાથે રજીસ્ટર થયા બાદ, યુઝરે ફક્ત તેમના માટે બનાવેલ પેકેજ માંથી કોઈપણ એક પેકેજ પસંદ કરીને સબ્સ્ક્રાઇબ કરવાનું રહે છે! ત્યરાબાદ તમે રજીસ્ટર કરેલ સર્વે નંબર સંબંધિત કોઈપણ પબ્લિક નોટિસ ગુજરાતના કોઈપણ અખબારમાં આવશે તો અમે તમને તેજ દિવસે Call, SMS, E-mail અને Whatsapp દ્વારા એલર્ટ કરીશું.

આ ઉપરાંત, જાહેરનોટીસ રિયલ એસ્ટેટ ઉદ્યોગ સાથે સંબંધિત અન્ય સુવિધાઓ પણ આપે છે જેમ કે વિવિધ વિસ્તારો માં સતત બદલાતી રહેતી જમીન/મિલકતની કિંમતો જાણવાની સુવિધા, રિયલ એસ્ટેટ માં રોકાણ કરવા માટે ના સલાહ-સૂચન, રીયલ-એસ્ટેટ સંબંધિત અપડેટ્સ અને જંત્રી દરો વિગેરે.

તમારી જમીન/મિલકત ને ખોટા સોદાઓ સામે સુરક્ષિત કરો!

તમારી જમીન/મિલકત ને ખોટા સોદાઓ સામે સુરક્ષિત કરો! તમારી જમીન/મિલકત ને જાહેરનોટીસ.કોમ પર રજીસ્ટર કરો અને તેના પર થતા ખોટા સોદાઓની એલર્ટ SMS, e-mail અને Call દ્વારા તેજ દિવસે મેળવી તમારી લાખોની જમીન/મિલકત ને સુરક્ષિત કરો!

સેવાઓ

Property Protection

Property Protection

મેળવો તમારી જમીન/મિલકત પર કરવામાં આવતા ખોટા સોદાઓની તાત્કાલિક એલર્ટ SMS, E-mail અને વ્યકતિગત ફોન કોલ દ્વારા તેજ દિવસે અને તમારી લાખોની જમીન/મિલકત ને સુરક્ષિત કરો!

Title Search

Title Search

કોઈપણ જમીન/મિલકત પર અગાઉ પ્રસિદ્ધ થયેલ જાહેરનોટીસો ની માહિતી મેળવો તેનો સુરક્ષિત સોદો કરવા માટે અને તેના પર કોઈ ગેરકાયદેસર કબ્જો છે કે નહિ તેની ખાત્રી કરો!

Land Record

Land Records

હવે સરળતા થી અરજી કરીને તમારી જમીન/મિલકત ના સરકાર માન્ય ડોક્યુમેન્ટ્સ મેળવો ઘરેબેઠા એકદમ નજીવી કિંમતે, કોઈપણ સરકારી કચેરીની મુલાકાત લીધા વગર!

Area Aleart

Area Alert

તમારા પસંદગીના ગામ/એરિયા માં થતા સોદાઓની રોજે-રોજ એલર્ટ મેળવો અને લેટેસ્ટ માર્કેટ ટ્રેન્ડ થી માહિતગાર રહીને ફાયદાકારક રોકાણ કરો!

To Top