ટાઇટલ સર્ચ સેવાની જરૂર એવા દરેક વ્યકતિ ને લાગુ પડે છે કે જેઓ કોઈ પણ જમીન/મિલકત ખરીદવા જઈ રહ્યા હોય, જેવા કે સામાન્ય માણસ થી લઈને બિલ્ડર, બ્રોકર કે જમીન/મિલકત માં રોકાણ કરનારા લોકો. આ સેવા નો ઉપયોગ કરીને તમે કોઈપણ પ્રકારની જમીન/મિલકત જેવી કે ઘર, મકાન, ખુલ્લો પ્લોટ કે કોઈપણ પ્રકારની ધંધાકીય જગ્યા ખરીદવા નો નિર્ણય લો તેની પહેલા તે જમીન/મિલકત પર અગાઉ થયેલ દરેક પ્રકાર ના સોદાની અને તે જમીન/મિલકત સાથે સંકળાયેલ દરેક વ્યક્તિની જાણકારી મેળવી તેને ખરીદવાનો મહત્વનો નિર્ણય લઇ શકશો.
જુની ટાઇટલ નોટિસ શોધવાના ફાયદા:
તાત્કાલિક જાણો કોઈપણ જમીન/મિલકત ની ભૂતકાળ ના માલિકી તથા હક્ક દાવા ધરાવતા લોકોની વિગતો વકીલ પાસેથી વિગતવાર તપાસ કરાવ્યા પહેલા! અને જો કોઈ વાંધાજનક જાણકારી પ્રાપ્ત થાય તો તે જમીન/મિલકત ખરીદવી કે નહિ તેનો વ્યવહારિક નિર્ણય લો!
મેળવો તમારી જમીન/મિલકત પર કરવામાં આવતા ખોટા સોદાઓની તાત્કાલિક એલર્ટ SMS, E-mail અને વ્યકતિગત ફોન કોલ દ્વારા તેજ દિવસે અને તમારી લાખોની જમીન/મિલકત ને સુરક્ષિત કરો!
હવે સરળતા થી અરજી કરીને તમારી જમીન/મિલકત ના સરકાર માન્ય ડોક્યુમેન્ટ્સ મેળવો ઘરેબેઠા એકદમ નજીવી કિંમતે, કોઈપણ સરકારી કચેરીની મુલાકાત લીધા વગર!
તમારા પસંદગીના ગામ/એરિયા માં થતા સોદાઓની રોજે-રોજ એલર્ટ મેળવો અને લેટેસ્ટ માર્કેટ ટ્રેન્ડ થી માહિતગાર રહીને ફાયદાકારક રોકાણ કરો!
મેળવો લેટેસ્ટ અને સરકાર પ્રમાણિત જંત્રી દર કોઈપણ પ્રકાર ની જમીન/મિલકત માટે તેની ચોક્કસ સ્ટેમ્પ ડ્યૂટી સાથે માત્ર એક જ ક્લિક પર!