Skip to content
JaherNotice logo

ખોટા સોદા કરતા સુરક્ષા વધુ સારી!

શું તમારી જમીન/મિલકત તમારી જ રહેશે?

તમારો પ્રોટેક્શન પ્લાન પસંદ કરો

બેઝિક પ્રોપર્ટી પ્રોટેક્શનતમારી પ્રોપર્ટી પર જાહેર નોટિસ આવે તે જ દિવસે એલર્ટ.
એસેન્શિયલ પ્રોપર્ટી પ્રોટેક્શનતમે પસંદ કરેલી તારીખો દરમિયાન નિયમિત મોનિટરિંગ, તમે નક્કી કરેલી આવર્તને એલર્ટ સાથે.

કૃપા કરી તમે જે મિલકતનું રક્ષણ કરવા માંગો છો તેને લગતો મૂળ દસ્તાવેજ પસંદ કરો:

ફક્ત સર્વે નંબર અથવા ફક્ત TP અને FP નંબર દાખલ કરો:

જમીન/મિલકત સુરક્ષા તમને કેવી રીતે મદદરૂપ થશે?

ખોટા સોદા કરતા સુરક્ષા વધુ સારી!

જો તમારી જાણબહાર કોઈ તમારી જમીન/મિલકત ને લગતી દરેક પ્રકારની જાહેરનોટીસ ગુજરાતના કોઈપણ છાપામાં આપશે તો અમે તમને તેજ દિવસે જાણ કરીને સચેત કરીશું, જેથી તમે તાત્કાલિક ધોરણે જરૂરી કાનૂની પગલા લઇ શકો, વધુમાં તમે સમયાંતરે તમારી જમીન/મિલકત નો અદ્યતન સરકાર પ્રમાણિત ૭/૧૨ નો ઉતારો અને સરકારી કચેરી માં નોંધાયેલ સોદાઓ નો રિપોર્ટ પણ મેળવતા રહેશો.

જાહેરનોટીસ.કોમ તમને ક્યારે તાત્કાલિક જાણ કરશે? જયારે ગુજરાત ના કોઈપણ છાપા માં નીચે જણાવેલ કિસ્સાની નોટિસ આવે, જેમ કે:

  • તમારી જમીન/મિલકત પર કોઈપણ પ્રકારનો સોદો થાય
  • તમારી જમીન/મિલકત ને સીધી કે આડકતરી રીતે અસર કરતી સરકારી યોજનાઓની (ટી.પી) નોટિસ
  • તમારી જમીન/મિલકત ને હરાજીમાં મુકવામાં આવી હોય તેની નોટિસ
  • સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ રી-સર્વે અથવા પ્રોમોલેગશન ની નોટિસ
  • તમારી જમીન/મિલકત પર લેવામાં આવેલી લોન કે બોજાઓની માહિતી દર્શાવતી નોટિસ
  • જો કોઈ કુલમુખત્યારનામા નું રજીસ્ટર થાય કે તેમાં ફેરફાર થાય અથવા રદ થાય તેની માહિતીની નોટિસ
  • જો કોઈ બાનાખત, દસ્તાવેજ કે પાવર ઓફ એટર્ની રજીસ્ટર થાય અથવા રદ થાય તેની નોટિસ
  • તમારા ૭/૧૨ ના ઉતારા માં કોઈપણ ફેરફાર થાય (જેવા કે માલિકી ના નામમાં ઉમેરો અથવા બાદબાકી, જમીન ના કદ કે ક્ષેત્રફળ માં વધારો-ઘટાડો થયો હોય વિગેરે) તો તેની માહિતી.

તમારી જમીન/મિલકત ને ખોટા સોદાઓ ની સામે સુરક્ષિત કરો!

જાહેરનોટીસ.કોમ પર તમારી જમીન/મિલકત ને રજીસ્ટર કરો અને તેના પર કરવામાં આવતા ખોટા સોદાઓની તાત્કાલિક એલર્ટ SMS, E-mail અને વ્યકતિગત ફોન કોલ દ્વારા તેજ દિવસે મેળવી તમારી લાખોની જમીન/મિલકત ને સુરક્ષિત કરો!

આજથી જ સુરક્ષિત થાઓ!

અમારી સેવાઓ

ટાઇટલ Search

માત્ર ગામનું નામ, સર્વે નંબર, સોસાયટીનું નામ, વિગેરે દ્વારા ટાઇટલ સર્ચ સેવાનો ઉપયોગ કરીને કોઈપણ જમીન/મિલકત પર અગાઉ પ્રસિદ્ધ થયેલ દરેક પ્રકારની પબ્લિક નોટિસની માહિતી મેળવો, તે જમીન/મિલકત પર હક્ક ધરાવતા વ્યકતિઓની વિગતો મેળવો, તેના પર અગાઉ કોઈપણ પ્રકાર વ્યવહારો જેવાકે બોજો, બાનાખત કે દસ્તાવેજ વિગેરે થયેલ છે કે નહીં તેની ઝીણવટભરી ચકાસણી કરી તે જમીન/મિલકત રોકાણ કરવાને લાયક છે કે નહીં તેનો સુજ-બુજ ભર્યો નિર્ણય લો, કોઈપણ વકીલ નો સંપર્ક કરતા પહેલા!

Land રેકોર્ડ્સ

સરકાર પ્રમાણિત જમીન/મિલકત ના દરેક પ્રકારના ડોક્યુમેન્ટ્સ જેવાકે (૭/૧૨ ના અદ્યતન ઉતારા, ૮-અ ની નકલ, ફોર્મ નં-૬ ની નોંધ, રજિસ્ટર્ડ સર્ચ રિપોર્ટ ૧૯૫૧/૫૨ થી લઇ ને અત્યાર સુધીનો, વિગેરે...) ઘરેબેઠા મેળવો કોઈપણ સરકારી કચેરીની મુલાકાત લીધા વગર!

એરિયા Alert

રોજે-રોજ SMS, E-mail, WhatsApp અને વ્યક્તિગત કોલ દ્વારા તમારા મનપસંદ ગામ/વિસ્તારની પબ્લિક નોટિસોની માહિતી મેળવો. વર્તમાન રિયલ એસ્ટેટ ના ટ્રેન્ડ વિશે અપડેટેડ રહો. એટલે કે જ્યાં જમીન વેચાણ/ખરીદી મોટા પાયે થઈ રહી છે. ભવિષ્ય માં નફાકારક રોકાણ માટે તમારી જરૂરિયાત મુજબ જાહેરનોટીસો નો વ્યકતિગત ડેટાબેઝ બનાવો!

હવે ના ચૂકશો કોઈપણ નોટિસ!

દરરોજ છાપા માં આવતી જાહેરનોટીસ તમારા માટે ખુબજ અગત્યની છે જો તમે એક જમીન/મિલકત ધારક, બ્રોકર, બિલ્ડર કે વકીલ છો. હવે દરેક છાપામાં પ્રસિદ્ધ થતી જમીન/મિલકત ના સોદા ની જાહેરનોટીસો મેળવો ઓનલાઇન એક જ જગ્યાએ અને રોજે-રોજ આ જાહેરનોટીસો માટે બધા જ છાપા ફંફોસવાની ઝંઝટ માંથી મુક્તિ મેળવો.

જંત્રી Rates

કોઈપણ ગામ માં આવેલ દરેક પ્રકારની જમીન/મિલકતના સરકાર પ્રમાણિત જંત્રી દર તેને લાગુ પડતી સ્ટેમ્પ ડ્યૂટી સાથે મેળવો! હવે આ જંત્રી દર તમારા મિત્રો તથા પરિવારજનોને E-mail અને SMS દ્વારા મોકલો!